Ad Code

Ticker

6/recent/ticker-posts

How Internet Is Influencing Our Thoughts?


કેવી રીતે ઇન્ટરનેટ આપણાં વિચારો પર અસર કરે છે?

How Internet Is Influencing Our Thoughts



આજે ઈન્ટરનેટ એક અફાટ માહિતીના સાગર જેવું બની ગયું છે. જેમાંથી મોતીરૂપી ખજાનો શોધવું મુશ્કેલ બની ગયું છે. જ્યારે ઇન્ટરનેટની શરૂઆત કરવામાં આવી ત્યારે વિચાર એવો હતો કે હવે બધાને માહિતી મેળવવાનો એકસરખો અધિકાર મળશે. જેને જે જાણવું હશે તે જાણી શકશે. કોઈ બંધન નહીં રહે. લોકોની જિજ્ઞાસાવૃત્તિને વેગ મળશે. આજે આ વિચાર કદાચ આઉટડેટેડ લાગી શકે પણ તે વખતે જમાનો કેબલ ટીવીનો હતો. જેમાં માહિતી મેળવવા માટે ગણતરીની જ ચેનલો હતી. અને બીજું એ કે ટીવીમાં લોકોને એ જ જોવું પડતું જે ટીવી જોવડાવે. જ્યારે ઈન્ટરનેટ પર તમને જે જોવું હોય એ જોવા મળતું. આ વિચાર ક્રાંતિકારી સાબિત થયો અને પછી તો ઈન્ટરનેટ અગ્નિની જેમ આખા વિશ્વમાં ફેલાઈ ગયું. પણ તકલીફ ત્યાં જ ઉભી થઇ. ટીવીનો જ્યારે માહિતીના પ્રચાર માટે ઉપયોગ થતો હતો ત્યારે એક જ જણ લાખ્ખો લોકોને સંબોધતો હતો. જેમાં શ્રોતાને ભાગે સાંભળવા સિવાય કશું આવતું નોહતું. જ્યારે ઈન્ટરનેટ પર દરેક શ્રોતા એક વક્તા છે. એ જે કાંઈ સાંભળે છે એની પ્રતિક્રિયા આપે છે. ધીમે ધીમે દરેક શ્રોતા એક વક્તા બનવા લાગ્યો. માહિતીના પ્રચારના છુટ્ટા દોરને કારણે ઈન્ટરનેટ ઉપર માહિતીનો ભરાવો થવા લાગ્યો. અને આપણે ફરી એકવાર હતા ત્યાંના ત્યાં આવીને ઊભા રહી ગયા. વર્ષો પહેલાં જેમ ટીવી તેનાં દુરુપયોગને કારણે ઇડીયટ બોક્સમાં ખપાવા લાગેલું એવી જ રીતે ઈન્ટરનેટની પણ ટીકા થવા લાગી. 

આજે આપણે ઈન્ટરનેટનો ઉપયોગ શા માટે કરીએ છીએ? જ્ઞાનવર્ધક માહિતી શોધવા? ના. બલ્કે આપણે તો આપણા ખાલી સમયને ભરવા માટે કે પછી બસ ટ્રેનની રાહ જોતી વખતે કે પછી કંટાળાજનક નોકરીના ફ્રાસ્ટ્રેશનમાંથી બહાર આવવા માટે. જેના કારણે આપણે ઈન્ટરનેટ ઉપર માહિતી શોધવાને બદલે મેળવવા લાગ્યા. આજે તમે ઈન્ટરનેટ પર જે જુઓ છો એમાંથી મોટા ભાગનું કન્ટેન્ટ તમને જોવડાવવામાં આવી રહ્યું છે. પહેલાં જેમ ટીવીની સામે બેસી જે આવે એ જોયા કરતાં એવી જ રીતે ઈન્ટરનેટ ઉપર પણ થવા લાગ્યું. જેની પાછળ કારણ એ છે કે વેબસાઇટ્સ સતત તમારા બીહેવીયરને ફોલો કરતી રહે છે અને તમને એના હિસાબે રિકમંડેશન્સ આવતા રહે છે જેને તમે કલાકો સુધી જોયા કરો છો. જેમાં કંઈ ખોટું નથી. ઉલટાનું સારું છે કે તમને જોઈતી માહિતી મળી રહે છે. પણ તકલીફ ત્યારે ઉભી થાય છે જ્યારે તમે કોઈ પોલિટિકલ વ્યુ કે પર્ટીક્યુલર આઇડીયોલોજીના વીડિયો પર ક્લિક કરો છો. તમે જ્યારે એ વીડિયો જોવ છો તો ફક્ત એ વીડિયો જ જોતા નથી બલ્કે ઈન્ટરનેટના અલગોરીધમને એવી માહિતી આપો છો કે હું આ વીડિયો જોવ છું. ધીમે ધીમે તમને એવી જ વિચારધારાઓ વાળા વીડિયો રિકમંડ થતા રહે છે અને તમારી આખી વિચારધારા જ બદલાઈ જાય છે. જેના કારણે તમારી આસપાસ એ વિચારધારાનું એક કાલ્પનિક વિશ્વ ઉભું થાય છે. જેનામાં તમે એટલી સજ્જડ રીતે બંધાઈ જાવ છો કે પછી તમે બીજી કોઈ વિચારધારાને સ્વીકારી જ નથી શકતાં. એટલું જ નહીં બલ્કે તમે એમ માનવા લાગી જાઓ છો કે આજ સત્ય છે. સામેવાળો જે કહે છે એ જૂઠ છે. આજે બે અલગ વિચારો ધરાવતા લોકોમાં આટલું અંતર કેમ છે? બે જણ વચ્ચેની ચર્ચાઓમાં ઘર્ષણ કેમ થાય છે? કારણકે આપણે એવું લાગે છે કે સામેવાળો જે કહેશે એ નકામું જ હશે. 

એટલે આ સજ્જડ વિચારધારાને તોડવા અને બધા જ પ્રકારની માહિતી મળી રહે ખાસ તો જોવા જેવી, એના માટે આપણે આ બ્લોગ પર "જોવા જેવું" શ્રેણી શરૂ કરી રહ્યા છીએ. જેમાં ઈન્ટરનેટ પરથી ખાસ ચૂંટેલા વિડિયોઝ થોડી ચર્ચા સાથે મુકવામાં આવશે.

આજની શ્રેણીનો પહેલો વિડીયો. જેની ચર્ચા આપણે ઉપર કરી છે.


રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાઇ શકો છો

Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ