Ad Code

Ticker

6/recent/ticker-posts

21 કહેવતો જે તમારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી નાખશે

21 કહેવતો જે તમારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી નાખશે

ઘણીવાર આપણે કોઈ શબ્દસમૂહ, કહેવત કે અવતરણ વાંચીએ કે સાંભળીએ છે. જે આપણો દુનિયા અને પોતાના પ્રત્યેનો નજરિયો જ બદલી નાખે છે. તો આજે અમે આપના માટે લઈને આવ્યા છે એવી 21 કહેવતો જે વાંચ્યા પછી તમારા વિચારોમાં 100 ટકા પરિવર્તન આવશે.

Best Gujarati Quotes 2019

Best Gujarati Quotes 2019

Best Gujarati Quotes 2019






















“જેણે તમને દુ:ખ પહોંચાડયું છે એવી ઘટનાઓમાંથી બહાર નહીં આવો, તો તમે એવા લોકો પર લોહી વહેવડાવશો જેણે તમને કાપ્યા જ નથી.”

“ક્ષમા પવિત્ર છે, પણ ક્યારેય લેટ પિઝ્ઝા ડિલિવરી માટે પૂરી કિંમત ચૂકવશો નહીં.” હું આનું અર્થઘટન આ વાક્ય સાથે કરું છું. “લોકોને માફ કરજો, પરંતુ એમને તમારા પર સવાર ન થવા દો.”

“કબૂતર સાથે ક્યારેય ચેસ ન રમશો. એ બધા જ પ્યાદાઓને વેરવિખેર કરીને, ચેસ બોર્ડ ગંદુ કરીને પાંખો ફફડાવતું, એવી રીતે જશે જાણે એ જીતી ગયું હોય.” આ વાત તમારે કોઇની પણ સાથે દલીલબાજીમાં ઉતરતા પહેલાં યાદ રાખવી જોઈએ.

“લોકોને મૂર્ખ બનાવવા સહેલા છે, એમને એવું સમજાવવા કરતાં કે તમને મૂર્ખ બનાવવામાં આવ્યા છે.”

“દુનિયા તમારા ઉદાહરણ દ્વારા બદલાય છે, અભિપ્રાય દ્વારા નહીં.”

“આપણી જાતનું મૂલ્યાંકન આપણે આપણાં હેતુઓને આધારે કરીએ છીએ, જ્યારે બીજાનું એમના વર્તનને આધારે.”

“એવા લોકોની ટીકાઓ સાંભળશો નહીં જેમની તમે સલાહો પણ નથી સાંભળતા.”

“ભૂલોથી શીખવું એ એક શ્રેષ્ઠ રીત છે શીખવાની, પણ જરૂરી નથી કે ભૂલો તમારી જ હોય.”

“જો તમે તમારા બાળકોને ઉછેરશો, તો તમે તમારા પૌત્રોને બગાડી શકો છો, પણ જો તમે બાળકોને બગાડશો, તો તમારે પૌત્રોને ઉછેરવા જ પડશે.”

“અંતે, આપણે આપણાં શત્રુઓના શબ્દો નહીં, પણ મિત્રોનું મૌન જ યાદ રેહશે.”

“શક્ય છે કે તમે કોઈ જ ભૂલ ન કરો છતાં પણ તમારે ગુમાવવું પડે. એ નબળાઈ નથી, જીવન છે.”

“માત્ર એટલા માટે ન કરવું જોઈએ કે તમે કરી શકો છો અને જે આરામદાયક છે એ સારું જ હોય એ જરૂરી નથી.”

“માપવું બે વાર, કાપવું એકવાર”

“આયોજન માટે સમય ફાળવો. યુદ્ધ જનરલના તંબુમાં જીતાય છે.”

“નફરત એ એવું ઝેર છે જે તમે પીઓ છો અને આશા રાખો છો કે સામેવાળો મરી જાય.”

“આપણાં પાસે બે જિંદગી છે, અને બીજી ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે ખબર પડે છે કે આપણી પાસે એક જ (જિંદગી) છે.”

“ઘરડા થવાથી ઘબરાશો નહીં. તે એક લ્હાવો છે જે બધાને નથી મળતો.”

“લોકો કંપની નહીં મેનેજમેંટ છોડે છે.”

હું જ્યારે નાનો હતો ત્યારે મારા પિતાએ કહેલું: “જે તારા માટે ન રડે એવી બાબતો માટે ક્યારેય ન રડીશ.” એના લીધે શું મહત્વનુ છે તે આસાનીથી સમજાઈ ગયું.

“બીજાને હુંફ આપવા માટે તમારે પોતે બળવું જરૂરી નથી.”

“ચિંતા કરવી એ દુ:ખનું દેવું ચૂકવવા જેવું છે જે ક્યારેય પાછું નહીં મળે.” મૂળભૂત રીતે અનિવાર્ય સંજોગોને સ્વીકારો અને જે બદલી શકાય એવા સંજોગોને તમારી રુચિ પ્રમાણે બદલો, પણ યાદ રાખજો કે ચિંતા કરવાથી કશું નહીં થાય.

તો આ બધા માંથી તમને સૌથી વધુ શું ગમ્યું. કમેંટ કરીને જરૂર જણાવો.

Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ