Ad Code

Ticker

6/recent/ticker-posts

સંબંધોમાં થતાં કંકાસનો સામનો કેવી રીતે કરશો?


ભલે તમારી છાપ એક શાંત વ્યક્તિ તરીકેની હોય અને તમે કોઈ પણ પ્રકારના વિવાદોનો સામનો ખૂબ જ શાંતિપૂર્વક કરતાં હોવ, પણ આજકાલ સંબંધોમાં ઘર્ષણ એક સામાન્ય બાબત થઈ ગઈ છે. જે સ્વાભાવિક રીતે ખરાબ નથી પરંતુ મહત્વનુ એ છે કે એનો સામનો કઈ રીતે કરવો.

કોઈને નથી ખબર કે વિવાદિત પરિસ્થિતીઓમાં કેવી રીતે વર્તવું? સંબંધોમાં વિવાદ ઊભો થાય ત્યારે શું કરવું? એ બાબતે કોઈ એક જ સલાહને વળગી રહેવાને બદલે આપણે એ વિવાદનો પ્રકાર જાણવો પડશે. એના માટે આપણે કેટલાક એવા સાયકોલોજિસ્ટની સલાહોને અનુસરવી પડે જેમણે વર્ષો સુધી સંબંધો પર ઊંડો અભ્યાસ કરીને વિવાદિત પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એનો ઉકેલ લાવ્યા હોય.

સંબંધોમાં ઊભા થતાં વિવાદના પ્રકારને જાણીને તમે એનો સામનો કઈ રીતે કરવો એ સમજી શકો છો. એટ્લે આજે આપણે વાત કરીશું મુખ્ય ચાર વિવાદો વિશે જે મોટાભાગના સંબંધોમાં જોવા મળે છે.


1. ટીકા કરવી

તમને કોઈના વ્યક્તિત્વનું કોઈ પાસું ન ગમતું હોય તો એમને સીધે સીધું ન કહેવું. એમ કરવાથી કશું વળવાનું નથી. “તું કેટલો સ્વાર્થી છે. મારો જન્મદિવસ પણ ભૂલી ગયો.” આવું કહેવાને બદલે તમે એમ કહી શકો છો કે “મને એવું લાગે છે કે તને આપણાં સંબંધની કોઈ કિંમત જ નથી કારણકે તું મારો જન્મદિવસ ભૂલી ગયો.” આમ કરવાથી તમારી વચ્ચે વધારે રચનાત્મક વાતચીતના દરવાજા ખુલશે.

2. ધિક્કાર છૂટવો

માનવીય સ્વભાવ છે કે કોઈ ગમે એટલું કરે ઓછું જ પડે. તમારે કોઇની પણ પાસે કામ કરાવવું હોય તો પહેલાં એની પ્રશંસા કરો કે શું કામ તમે એમને આ કામ સોંપી રહ્યા છો. ઉદાહરણ તરીકે તમારો એક રૂમમેટ છે જે તમારા જેટલો વ્યવસ્થિત નથી રહેતો અને ગમે ત્યાં વસ્તુઓ નાખતો ફરે છે. “તું બહુ જ આળસુ છે.” એવું કહેવા કરતાં તમે એમ કહી શકો છો કે “મને ખબર છે કે તારી નોકરીના કારણે તું બહુ જ વ્યસ્ત રહે છે, પણ જો તું રૂમ વ્યવસ્થિત રાખીશ તો એ મને બહુ જ ગમશે.” તમારું આમ કહેવું કદાચ સામેવાળાને ન ગમે, પણ તમારી વચ્ચે થનાર ત્રીજું વિશ્વયુદ્ધ ટળી જશે. ☺☺☺


3. બચાવ કરવો

પીડિત જેવુ લાગે છે? જ્યારે કોઈ એવી ઘટના ઘટે છે જેમાં તમારો વાંક જ નથી એવું તમને લાગે ત્યારે તમે પોતાનો બચાવ કરવા લાગો છો. ખાલી ફ્રીજ જોઈને કે પછી હિસાબમાં વધેલા ખર્ચા જોઈને તમને એવું લાગે કે આ બધું તમારી નહીં પણ તમારા પાર્ટનરની ભૂલોને કારણે થયું છે. એ વખતે તમે આ કેવી રીતે થયું એના પર ધ્યાન આપવાને બદલે ઝઘડવા લાગી જાઓ છો. આવા સમયે એકબીજા પર દોષનો ટોપલો નાખવાની લાલચ રોકીને સાથે મળીને સમસ્યાનું સમાધાન કાઢવું જોઈએ. એ સાચી વાત છે કે કહેવું આસાન છે કરવું અઘરું છે. તેમ છતાં “ફરી એકવાર પૈસાની તંગી ઊભી થઈ છે. આપણે સાથે મળીને કોઈ રસ્તો શોધીએ જેથી આ તંગી દૂર થાય.” એમ કરવું વધારે લાભદાયક છે બીજાના માથે દોષનો ટોપલો નાખવા કરતાં.


4.અવગણના કરવી


ઘણીવાર વિવાદ ઊભો થાય છે ત્યારે એનો સામનો કરવાને બદલે ચૂપચાપ બેસીને એને ટાળવાની ઈચ્છા થતી હોય છે. જો તમારી માટે સંબંધ મહત્વનો હશે તો તમારે વહેલા મોડા ઝઘડાનો સામનો કરવો જ પડશે. થોડોક સમય લો, તમને ગમતી પ્રવૃતિ કરો અને પછી ફરીથી વાતચીત કરવાનો પ્રયાસ કરો. ઝઘડો થાય ત્યારે જતાં જતાં એવું કહી શકો છો કે “હું ચોક્કસપણે આ બાબતે તારી સાથે વાત કરવા માંગુ છું, પણ અત્યારે હું ખૂબ જ ઉચાટમાં છું. આપણે કલાક પછી આ બાબતે વાત કરીયે?” કંકાસ ક્યારેય મજેદાર નથી હોતો તોય થાય છે. પણ જો આ ચાર સલાહોને અનુસરશો તો તમારો દિવસ કે સંબંધ નહીં બગડે.

Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ