Ad Code

Ticker

6/recent/ticker-posts

તમે એક પ્રોડક્ટ છો

Tame Ek Product Chho



તમે એક પ્રોડક્ટ છો. એવી પ્રોડક્ટ જેની સાથે આશાઓ બંધાયેલી છે. એટલે એક દિવસ તમે એટલા સક્ષમ બનશો કે તમે તમારા દમ પર નોકરી, ધંધા, સંબંધો, પરિસ્થિતિ અને આર્થિક બાબતો વિશે નિર્ણયો લેશો. જેટલા સારા નિર્ણયો એટલી સારી પ્રોડક્ટ - આ સાદા નિયમને આધારે દુનિયા તમને જજ કરે છે. 

મિત્રો, આ શબ્દો છે ફેમસ યુટ્યુબર શ્વેતાભ ગંગવારના. શ્વેતાભ એક નવલકથાકાર, પબ્લિક સ્પીકર, પ્રોફેશનલ પ્રોબ્લેમ સોલ્વર છે, જેના યુટ્યુબ પર 2 મિલિયન કરતાં પણ વધારે ફોલોઅર્સ છે. લોકોએ ઇન્સ્ટાગ્રામ પર મોકલેલા સવાલોના જવાબ એ યુટ્યુબ પર વીડિયો બનાવીને આપે છે. તમે એની ચેનલ પર જઈને જોશો તો કેટલાંય સવાલોના તર્કબદ્ધ જવાબો મળશે જે તમને એક નવો જ દ્રષ્ટિકોણ આપશે. થોડા સમય પહેલાં શ્વેતાભે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે જેમાં એણે આપણી માનસિકતા વિશે, લોકો વિશે, નિષ્ફળતા, પ્રેમ, ખુશી, સંતોષ, સંબંધો વિશે પોતાના મત રજૂ કર્યા છે. જે ખરેખર વાંચીને જીવનમાં ઉતારવાલાયક છે. 

તો, મિત્રો આવનારા દિવસોમાં હું પુસ્તકના દરેક પ્રકરણમાંથી ચૂંટીને કેટલીક વાતો આપની સાથે શેર કરવાનો છું. જેથી તમે પણ એનો ફાયદો લઈ શકો. આજે પહેલા પ્રકરણથી શરૂઆત કરીએ. 

કોઈ જન્મજાત શીખીને આવતું નથી. શીખવું પડે છે. શરૂઆતમાં માણસને ખબર નથી હોતી કે કેવી રીતે શીખવું; એને ફક્ત અનુકરણ કરતાં જ આવડતું હોય છે, એટલે એ આસપાસ જે જુએ છે તે શીખે છે. તમે જ્યારે નાના હતા ત્યારની વાત છે. માણસે કેવી રીતે શીખવું એ શીખવું પડે છે. માણસ વિચારે છે પણ કેવી રીતે વિચારવું એ ખબર નથી હોતી એટલે કેવી રીતે શીખવું એ પણ ખબર નથી પડતી. અત્યારે આ કદાચ તમને મૂંઝવતું હશે, વાંધો નહીં આગળ જતા ક્લિયર થઈ જશે. માણસ પોતાની લાગણીઓને આધારે જુદાં જુદાં અનુભવોનો અર્થ કાઢતો હોય છે. જે એને સાચું લાગતું હોય છે. તેથી લાગણીઓ કોઈપણ વ્યક્તિની શરૂઆતી શિક્ષક બને છે. પરંતુ એ બેકાર શિક્ષક છે. કારણકે બાળપણમાં લાગણીઓ અવિકસિત હોય છે. વ્યક્તિ અનુકરણ કરીને શીખે છે એટલે માતાપિતા અને આસપાસનું વાતાવરણ બીજા શિક્ષકો બને છે. જે વ્યક્તિને કેવી રીતે વિચારવું એને બદલે શું વિચારવું એ શીખવાડે છે. શું વિચારવું એ શીખવાને લીધે વ્યક્તિ કેવી રીતે વિચારવું એ શીખી શકતો નથી, એટલે એ દુનિયાનો સામનો કંઈ રીતે કરવો એની મૂંઝવણમાં અને સમજ વગર જ મોટો થાય છે. 

જેમ જેમ તમે મોટાં થતાં જાઓ છો અને જિંદગી કઠિન બનતી જાય છે, કેવી રીતે વિચારવું એ ખબર ન હોવાના લીધે તમે જે જાણતા હોવ છો એના આધારે વર્તવા લાગો છો - જેના લીધે સમય જતાં એ હકીકતો એટલી મજબૂત બની જાય છે કે પછી એ નિશ્ચિત માન્યતા, પૂર્વગ્રહો અને આદતો બની જાય છે જેને તમે નકારી નથી શકતાં. 

તમે વિચારતા હશો કે આ શું માંડ્યું છે? કેવી રીતે વિચારવું? શું વિચારવું? એક ઉદાહરણ દ્વારા સમજીએ: કલ્પના કરો કે તમે એક એવી જગ્યાએ ઉછેર પામો છો જ્યાં તમે ફક્ત એક નિશ્ચિત સમૂહના લોકો સાથે જ સંપર્કમાં આવો છો. હવે આ લોકો નૈતિકતા, જીવન કેવી રીતે જીવવું, શું સારું અને શું ખરાબ એ બાબતે એક ચુસ્ત વિચારધારામાં માને છે. એનાથી આગળ બીજા લોકો પ્રત્યે, એમના વિચારો વિશે અને સ્ત્રીઓ વિશે એમનું વલણ બહુ સારું નથી. જ્યારે તમે કોઈ બાળકને આવી રીતે શીખવાડો છો તો એ શું વિચારવું એમ શીખવાડ્યું કહેવાય. 



કેવી રીતે વિચારવું અને શું વિચારવું એના આધારે તમને નીચે મુજબના લોકો જોવા મળશે. 

- જે વ્યક્તિનો ઉછેર શું વિચારવું એના આધારે થયેલો હોય છે, એ પરિચિત લાગતાં વિચારો અને વિચારધારાઓનું અનુકરણ કરશે. 

- જે વ્યક્તિનો ઉછેર કેવી રીતે વિચારવું એના આધારે થયેલો હોય છે, એ પરિચિત લાગતાં વિચારો અને વિચારધારાઓ પર સવાલ ઉઠાવશે, એને ત્યજી દેશે. પરિચિતતા સુરક્ષિત ખરી પણ યોગ્ય જ હોય એ જરૂરી નથી. 

- જે વ્યક્તિનો ઉછેર શું વિચારવું એના આધારે થયેલો હોય છે, એ નવાં વિચારો, નવાં લોકો, નવી વસ્તુઓથી દૂર ભાગે છે, જેના કારણે એ જે જાણતો હોય છે અને જેનાથી પરિચિત હોય છે તેની તરફ વળે છે. 

- જે વ્યક્તિનો ઉછેર કેવી રીતે વિચારવું એના આધારે થયેલો હોય છે, એને જ્યારે નવાં વિચારો, નવાં લોકો કે નવી વસ્તુઓનો ભેટો થાય છે ત્યારે એ એમાં રસ લઈ એને સમજવાનો પ્રયત્ન કરે છે. એ ગભરાતો નથી કારણ કે એનો સ્વભાવ જિજ્ઞાસુ અને શોધખોળ કરનારો હોય છે. એટલે નવો વિચાર, વ્યક્તિ કે વસ્તુ એના માટે માનસિક ખોરાક બની જાય છે. 

- જે વ્યક્તિનો ઉછેર શું વિચારવું એના આધારે થયેલો હોય છે, એ પોતાની સમસ્યાઓનું સમાધાન જાતે શોધવાને બદલે બીજાઓ પર આધાર રાખતો હોય છે. જેના લીધે સેલ્ફ હેલ્પ બુક્સ અને લોકોને સફળ કેમ થવું, અમીર કેવી રીતે બનવું, સ્માર્ટ, ચાલાક, ખૂબસૂરત કેવી રીતે દેખાવું એ શીખવાડવાવાળાનો રાફડો ફાટયો છે. 

- જે વ્યક્તિનો ઉછેર કેવી રીતે વિચારવું એના આધારે થયેલો હોય છે, એ પોતાની સમસ્યાઓનું સમાધાન જાતે શોધે છે. જેની માટે એ પુસ્તકો વાંચે છે, બીજા લોકોની વાતો સાંભળે છે અને શક્ય હોય એટલી માહિતી ભેગી કરે છે. એ જ્ઞાનની શોધમાં હોય છે કારણકે એના લીધે એને એક દ્રષ્ટિકોણ મળે છે. અને શું ને બદલે કેવી રીતે વિચારવા માટે જેટલા વધારે દ્રષ્ટિકોણ એટલું વધારે સારું. - છેલ્લે, જે વ્યક્તિનો ઉછેર શું વિચારવું એના આધારે નથી થયો હોતો એ પણ એવી જ રીતે વિચારે છે. કારણકે વડીલોનું માર્ગદર્શન, આસપાસનું વાતાવરણ અને લાગણીઓ એને શું વિચારવું એ જ શીખવાડે છે. સામાન્ય રીતે, શરૂઆતના વર્ષોમાં આપણે જાતે કેવી રીતે વિચારવું એ શીખી નથી શકતા. એમાં અપવાદો હોઈ શકે છે, પણ આ પુસ્તક અપવાદો વિશે નહીં માણસો વિશે છે.

લોકો બાળકો પેદા કરે છે કારણકે સમાજના મતે એમની ઉંમર થઈ ગઈ છે. લોકો બાળકો પેદા કરે છે કારણકે એ એમના લગ્નને ટકાવી રાખવા માટે એક સારી સ્ટ્રેટેજી છે

 

કદાચ તમારા મા – બાપે ગડબડ કરી નાખી છે.




આખરે શું કામ મા – બાપ આટલા મોટા પ્રમાણમાં એવી પ્રોડક્ટસનું ઉત્પાદન કરી રહ્યા છે જે આ દુનિયાના પડકારોનો સામનો કરવા માટે સક્ષમ નથી? 

આ સવાલ જેટલો મહત્વનો છે એટલો જ વિચિત્ર પણ છે. કારણકે એનો આધાર આ ધારણા પર છે: 

  •  સૌથી પહેલાં તો દરેક જણ મા – બાપ બનવા માંગતા હોય છે. 
  •  જે લોકો મા – બાપ બને છે તેઓ માનસિક રીતે તૈયાર હોય છે. 
  •  જે લોકો મા – બાપ બને છે તેઓ માનસિક રીતે મજબૂત હોય છે. 

તમને ખબર છે એક બાળક પેદા કરવા માટે કેટલા કારણો હોય છે? 

લોકો બાળકો પેદા કરે છે કારણકે એમને બાળકો ગમે છે, અથવા એમને કઈક ખૂટતું હોવાનો અહેસાસ થાય છે, અથવા એમને એવી આશા હોય છે કે એમની જિંદગી ફરીથી હેતુપૂર્ણ થઈ જશે. લોકો બાળકો પેદા કરે છે કારણકે સમાજના મતે એમની ઉંમર થઈ ગઈ છે. લોકો બાળકો પેદા કરે છે કારણકે એ એમના લગ્નને ટકાવી રાખવા માટે એક સારી સ્ટ્રેટેજી છે અથવા બેમાંથી કોઈ એકની ઈચ્છા છે. લોકો બાળકો પેદા કરે છે જેથી આગળ જઈને બાળક એમના અધૂરાં સપના પૂરા કરે. 

એવી પૂરેપુરી શક્યતા છે કે તમારો જન્મ પણ ઉપરના કારણો પૈકી કોઈ એક કારણોસર થયો હોય. તમે આ દુનિયામાં એક જિંદગી લાવો છો, જે આગળ જઈને બહુ બધી રીતે આ દુનિયામાં પોતાનો ફાળો આપશે. એ વોટ આપશે, કોઈ વિચારધારાને અનુસરશે, પૈસા કમાશે, પ્રેમમાં પડશે, લગ્ન કરશે અને બીજું ઘણું બધું કરશે. 

જો એ એક જવાબદાર વ્યક્તિ નહીં હોય તો એ લોકોને દુ:ખ પહોંચાડશે. અને જો એ એવું કરશે તો આડકતરી રીતે એના જવાબદાર તમે હશો. 

સવાલ એ છે કે બાળક પેદા કરતાં પહેલા એને લઈને માતાપિતાના મગજમાં શું ચાલતું હોય છે? 

જો તેઓ એવું વિચારતા હોય કે બાળક એક સુંદર મજાની વસ્તુ છે જે આપણી જિંદગી બદલી નાખશે તો એટલું કાફી નથી. એવી પૂરેપુરી શક્યતા છે કે તમે વધુ એક મૂર્ખનું આ પૃથ્વી પર સર્જન કરી રહ્યા છો. બાળક જાતે પોતાની સમસ્યાઓનું સમાધાન નથી કરી શકતો. એટલે એની જગ્યાએ આ કામ કોઈ બીજું કરશે અને એ બાળકને પોતાનો અનુયાયી બનાવી દેશે. અને એ બાળકની એટલી પરવા નહીં કરે જેટલી માતાપિતા કરશે. મોટાભાગે આવું જ થતું હોય છે. લોકો સાવ ફાલતુ વિચારો માં – બાપ પાસેથી, આસપાસના વાતાવરણથી અને પોતાની અવિકસિત લાગણીઓથી શીખીને આ દુનિયામાં પ્રવેશ કરતાં હોય છે. 

હવે આવે છે એક જવાબદાર પ્રેરણા: આપણે એક માનવીનું સર્જન કરવા જઈ રહ્યા છીએ – શું આપણે માનસિક રીતે એટલા સજ્જ અને મજબૂત છીએ? જો ના, તો પછી આજથી જ આપણે આપણાં વિચારો, દ્રષ્ટિકોણ, સમજ અને જ્ઞાનમાં વધારો કરવો જોઈએ જેથી આવનારા બાળકની જિજ્ઞાસાને સંતોષી શકીએ અને એના આખા વ્યક્તિત્વના વિકાસમાં અસરકારક સાબિત થાય.


તો શું પછી બધા જ માતપિતા બુદ્ધિશાળી છે?

ના, હું એમ નથી કહેતો. મને ખબર છે કે માં – બાપને પણ બીજા અનેક કામો હોય છે. નોકરી,ધંધો, સંબંધો અને નાણાં મેનેજ કરીને ઘર ચલાવવાનું હોય છે. એની સાથે જ બીજું પણ ઘણું બધુ કરવાનું હોય છે. મોટાભાગે લોકો એવું વિચારતા જ નથી કે મારે કઈક નવું શીખવાની જરૂર છે કારણકે તેઓ એવું ધારીને બેઠા હોય છે કે મને બધુ જ આવડે છે. એટલે તેઓ એવું માને છે કે આપણે આપણાં બાળકને જે કઈ આ દુનિયામાં શીખવા જેવું છે એ બધુ જ શીખવાડવા માટે સક્ષમ છીએ. પરંતુ સચ્ચાઈ એ છે કે મોટાભાગના માં – બાપને કઈ ખબર જ નથી હોતી કારણકે બાળપણમાં એમને પણ કોઈ શીખવાડવાવાળું નહોતું.


આદર્શ માં – બાપ ફક્ત ફિલ્મોમાં જ હોય છે.




આદર્શ રીતે માં – બાપ આવા હોવા જોઈએ:

ખૂબ જ ડાહ્યા. બાળકના ભાવનાત્મક સંઘર્ષ વિશે, ઉંમરના કયા પડાવે શું તાલીમ આપવી એ વિશે સજાગ. બાળકને વધારે પડતી ટકોર ન કરવા બાબતે સાવધ, જેથી એની જિજ્ઞાસાનો, શીખવાનો અને નિરીક્ષણ કરવાનો કુદરતી વિકાસ રુંધાય નહીં. બાળકની રુચિ બાબતે જિજ્ઞાસુ. બાળકને ક્યારે દુ:ખી થવા દેવું અને ક્યારે નહીં એ બાબતે સજાગ. 

એનો મતલબ તેઓ ફક્ત વિચારો અને માહિતીની આપ – લે જ નથી કરતાં, પણ એવું કરતી વખતે એની અસર, જરૂરિયાત, મહત્વ, ઉપયોગ, બાળકનો મૂડ, પ્રકૃતિ અને એની શીખવાની ક્ષમતાનું પણ ધ્યાન રાખે છે. 

આવું કરવા માટે લોકો ફિલોસોફર હોવા જોઈએ, જે નથી હોતા, એમની પાસે ડિગ્રી હોય કે ન હોય એ મહત્વનુ નથી. તેથી અમુક આપવાદોને બાદ કરતાં આવા માં – બાપ ફિલ્મોમાં જોવા મળે છે.

ઉછેરનો મૂર્ખામીભર્યો ધ્યેય



હકીકત માં, આપણે ઉછેરની વ્યાપક રીતે અપનાવેલી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે, આકસ્મિક રીતે મરી જવાથી કે ઇજા પામવાથી બાળકને બચાવવું. એમને ખવડાવવું પીવડાવવું, ભણાવવું અને શિસ્તમાં રાખવા. સાચા ખોટાનો ભેદ સજા અને પ્રેમ કરીને શીખવાડવો. એવી આશા રાખવી કે એક દિવસ તેઓ સક્ષમ થઈને પોતાની સંભાળ જાતે લઈ શકશે. 

મહત્વનો મુદ્દો આ છે. તમારે ભણવું જોઈએ. એનો શું અર્થ થયો? ડિગ્રી મેળવવી. ડિગ્રી મેળવવામાં કઈ ખોટું નથી મહત્વનુ છે એની પાછળનો ઇરાદો. 

એમનો ઇરાદો છે નોકરી, જે ત્રણ પ્રકારની હોય છે: સારી, ખરાબ અને બહુ જ સારી. તેઓ ઈચ્છે છે કે તમને ખૂબ જ સારી નોકરી મળે. તો ભણતરનો ઉદ્દેશ્ય એ નથી કે તમે એક સારા વિચારશીલ વ્યક્તિ બનો, પણ તમે સારું કમાઓ. એમને ખ્યાલ છે કે અમીર લોકોની જિંદગી સારી હોય છે; પરિવાર, સમાજ અને વિજાતીય પાત્ર પણ તમારી જોડે સારી રીતે વર્તે છે. એટલે એમની માટે તમારું મોભાદાર વ્યક્તિ બનવું સાવ ગેરવાજબી નથી. 

પરંતુ કમનસીબી એ છે કે ફક્ત મોભા પર જ ધ્યાન અપાય છે વ્યક્તિ પર નહીં. મોભો એ એક સામાજિક રીતે ડિઝાઇન કરેલી ઓળખ છે જે વ્યક્તિગત ઓળખને બદલવાનું વલણ ધરાવે છે. એટલે મોભાથી એ નક્કી ન થવું જોઈએ કે એ વ્યક્તિ કોણ છે. વ્યક્તિએ નક્કી કરવું જોઈએ કે એને મોભાનું શું કરવું છે, મોભા વિશે એ શું અનુભવે છે એના આધારે. 

કંઈપણ શીખતી વેળાએ જો તમારી બુદ્ધિનો જરા પણ ઉપયોગ ન થતો હોય તો એ ફક્ત નકલ બનીને રહી જાય છે.

કોઈ પણ મોટી સફળતા મેળવેલ વ્યક્તિને લઈ લો. પૈસો, સિદ્ધિ અને સફળ હોવા છતાં એ લોકો દુ:ખી હોય છે. કારણકે આત્મસંતોષ મોભાથી નથી મળતો. 

તમારા માતાપિતા તમને આ દુનિયાની સૌથી શ્રેષ્ઠ પ્રોડક્ટ બનાવવા માંગે છે. એ ક્રિયામાં તેઓ તમને તકનીકી રીતે, શૈક્ષણિક રીતે અને કૌશલ્યની રીતે રેસમાં ઊતરતી કારની માફક શ્રેષ્ઠ રીતે તૈયાર કરે છે. હવે, જો તમે એવા લોકોમાંથી છો જેમના માતાપિતાએ સફળતા મેળવવા અને એના જેવી જ બીજી બાબતો માટે ક્યારેય દબાણ નથી કર્યું, તમને જે કરવું છે એ કરવા દીધું છે – એનો મતલબ એવો નથી કે જે માતાપિતા પોતાના સંતાનો પર દબાણ કરે છે એ ખરાબ છે. હું એમ કહેવા માંગુ છું કે માં – બાપની એ જવાબદારી છે કે તમે કામ કરવા અને વિચારી શકવા બંને માટે સક્ષમ બનો એ રીતે તમારો ઉછેર કરે. શું તેઓ એવું કરે છે?

માં – બાપ અભિનય કરવામાં નિષ્ણાત હોય છે



કંઈપણ શીખતી વેળાએ જો તમારી બુદ્ધિનો જરા પણ ઉપયોગ ન થતો હોય તો એ ફક્ત નકલ બનીને રહી જાય છે. વિચારો ઉત્પન્ન કરવા અને તમારી જાતને વધુ બહેતર બનાવવા માટે માહિતી લઈને તમારે પોતાનું મગજ દોડાવવું પડે. 

બાળઉછેર પણ જ્યારે માતાપિતાના પોતાના વિચારો અને સમજણથી નથી થતો ત્યારે તેઓ જે શીખ્યા હોય છે એની નકલ જ બનીને રહી જાય છે. એનો મતલબ તેઓ જેને માતાપિતા માને છે એવું પાત્ર તેઓ ભજવી શકે છે. પાત્ર કડક માં – બાપનું, બુદ્ધિશાળી વ્યક્તિનું કે જે બધુ જ જાણે છે, અથવા એવા વ્યક્તિનું જે વીર અને બહાદુર છે એનું હોઈ શકે છે. એ કંઈપણ હોઈ શકે છે. 

એવું કરવા માટે ઘણાબધા કારણો છે. એક કારણ આ પણ હોઈ શકે છે. પાત્ર ભજવીને તેઓ એમના તમામ અંગત પરીક્ષણો અને દુ:ખ તમારાથી છુપાવી શકે છે. કોઈ વૃદ્ધ છે એનો મતલબ એવો નથી કે એમને જિંદગીનો ઉકેલ મળી ગયો છે. મોટાભાગે, વૃદ્ધ લોકો એવા બાળકો છે જેમની ઉંમર વધી ગઈ છે. 

બીજું કારણ છે ગર્વ. જ્યારે માતાપિતાનું પૂરું ધ્યાન બાળકને સક્ષમ બનાવવા પર હોય છે ત્યારે તેઓ જે પાત્ર ભજવે છે એ બાળક પાસેથી ફક્ત તેજસ્વી અને અસાધારણ કામગીરીની અપેક્ષા રાખે છે. બાળકના ભાવનાત્મક અને વ્યક્તિગત વિકાસનું ભાગ્યે જ ધ્યાન રખાય છે. 

અન્ય એક કારણ છે જેના લીધે માં – બાપ આ મૂર્ખ અને ખોખલા પાત્રમાંથી બહાર નથી આવતા તે એ કે તેઓ એ સમજતા જ નથી કે બાળકનું વ્યક્તિત્વ એમને જે વસ્તુ દુ:ખી કરે છે, પ્રભાવ પાડે છે અને વિસ્મય પમાડે છે એના આધારે ઘડાય છે. એનું કારણ છે તેઓ બાળકને વ્યક્તિ તરીકે જોતાં જ નથી. તેઓ એમને નિર્દોષ હરકતો કરતાં બાળક તરીકે જ જુએ છે. એમાં કોઈ આશ્ચર્ય નથી જ્યારે તેઓ એમના બાળકોને મોટેરાઓ જેવાં કામ કરતાં જોઈને આઘાત પામે છે. 

જે ઘડીએ બાળક તેર વર્ષનું થાય પછી એને એક બિનઅનુભવી વયસ્ક તરીકે જોવાનું માં – બાપે શરૂ કરવું જોઈએ. એનો મતલબ હવે એ બધું જ કરવાનું વિચારશે જે મોટાઓ કરે છે. ટૂંકમાં, બાળકોનો ઉછેર મોટાભાગે આસપાસના વાતાવરણમાંથી શીખેલી બાબતોની નકલ કરીને જ થતો હોય છે. 

તમને એ શીખવાડવામાં જ નથી આવ્યું કે ત્રાસજનક પરિસ્થિતિઓથી કઈ રીતે બચવું. એના કારણે તમે તમારું સ્વમૂલ્યાંકન દુનિયાના કહેવા પ્રમાણે કરો છો; તમારું સ્વાભિમાન લોકોની નામંજૂરીને આધારે નક્કી કરો છો; ભગવાન જાણે કેવા કેવા માપદંડોને આધારે તમારી જાતની સરખામણી કરીને લઘુતાગ્રંથિથી પીડાઓ છો; અને છેલ્લે, નિષ્ફળતા મળે ત્યારે નકારાત્મક થઈ જાઓ છો. 

તો તૈયાર થઈ જાઓ જે તમારી સાથે થઈ ગયું છે, થઈ રહ્યું છે અને થવાનું છે એનો સારી રીતે સામનો કરવા માટે.


WhatsApp Group Link

Telegram Channel Link

લાઈક કરો અમારા ફેસબુક પેજને આવી જ માહિતી વાંચતાં રહેવા માટે

Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ