ખાસ હોવાનો અનુભવ આપણને બધાને રોમાંચિત કરી મૂકે છે. સાચું કહેજો: તમે ક્યારેક તો એવી પરિસ્થિતિની કલ્પના કરી જ હશે કે જેના આકર્ષણનું કેન્દ્ર તમે હોવ. એક દિવસ તમારા આસપાસના બધા જ લોકો કહેશે કે તમે અદ્ભુત છો. અને તમે જે લોકોને ઇમ્પ્રેસ કરવા માંગો છો એ બધા જ અચાનક તમને મળતાંની સાથે જ તમારી જોડે મિત્રતા કરવા માંગે છે અને તમારા પ્રેમમાં પડી જાય છે કારણકે તમે એટલાં બધા પ્રભાવશાળી છો. આખરે, કરોડો રૂપિયા હોવાના સપના કોણ નથી જોતું!
તમારા મતે, ખાસ હોવું એટલે જન્મજાત ખાસ હોવું, તમને કહેવામાં આવે કે તમે ખાસ છો, તમારી સાથે એવો વ્યવહાર કરવામાં આવે કે તમે ખાસ છો અથવા અમીર હોવું. કમનસીબે, આ બધી જ બાબતોને ખાસ હોવા સાથે કોઈ લેવાદેવાં નથી. એવી શક્યતા છે કે બાળપણમાં આ ત્રણ માંથી કોઈ એક ઘટના તમારી સાથે ઘટી હોય. એક તમને એવું કહેવામાં આવ્યું હોય કે તમે ખાસ છો. બે તમને એવું કહેવામાં આવ્યું હોય કે તમે ખાસ નથી. ત્રણ તમારા ખાસ હોવા ન હોવા બાબતે કોઈ ઉલ્લેખ જ ન હોય.
આપણે બધા જ્યારે એવું ધારીને એને શોધી રહ્યા છીએ કે હું આમ કરીશ તો ખાસ લાગીશ, અથવા એવી ઈચ્છા રાખીએ છીએ કે જો મારી પાસે આ હોત તો હું ખાસ હોત, તો તમારે એ સમજવાની જરૂર છે કે વિશેષતા કમાવી પડે છે.
જો તમને પૂછવામાં આવે કે એવી કઈ ક્ષણો હતી જ્યારે તમે ખાસ અનુભવ્યું, તો તમે એવી ક્ષણો વિશે વિચાર કરશો જ્યારે લોકો તમારા જોક્સ પર હસ્યાં હોય, તમારા પ્રયાસને બિરદાવ્યો હોય, અથવા સોશિયલ મીડિયા પર તમારી કોઈ પોસ્ટને સામાન્ય કરતાં વધારે લાઈક્સ મળી હોય. આવી ક્ષણોમાં બીજા લોકોની સ્વીકૃતિ અને મંજૂરી મેળવવાના તત્વો રહેલાં હોય છે, વિશેષતાના નહીં.
તમે ખાસ અનુભવો છો જ્યારે તમે કઈક હાંસલ કરો છો. આપણે બધા જ એવું માનીએ છીએ કે હું સક્ષમ છું. પણ એ એક વિચાર જ બની રહે છે જ્યાં સુધી આપણે કશુંક એવું નથી મેળવી લેતા જે ભવિષ્યમાં આપણી માટે એક રેફરન્સ પોઈન્ટ જ ન બને પણ આપણી જાત આગળ સાબિત થાય કે સક્ષમ હોવા માટે જે હોવું જોઈએ તે મારામાં છે.
એથી આગળ, સફળતા અપાર આત્મવિશ્વાસ પેદા કરે છે. હું આ કરી શકું છું કારણકે પહેલાં પણ મેં આવું કરેલ છે એ એક અદ્ભુત વિચાર છે તમને દોરવા માટે. ઉપરાંત, સફળતા તમને નવી તકો અપાવશે જેથી લોકોની નજરોમાં તમારી પ્રતિષ્ઠા વધશે.
જો કે વિશેષતા જીવનમાં કોઈ એક ઘટનાથી કાયમ માટે હાંસલ નથી કરી શકાતી. પંદરની ઉંમરે મેળવેલી સફળતા વીસ કે પચીસમાં વરસે પ્રતિષ્ઠા ન અપાવી શકે. તમારે બધી જ લડાઇઓ લડવા માટે તૈયાર રહેવું પડે. જો તમે કાયમ ખાસ બની રહેવા માંગતા હોવ તો. વળી સ્પર્ધાઓમાં મેડલ જીતવું જ સફળતા નથી. એ વ્યક્તિગત પણ હોય શકે છે. દાખલા તરીકે, કોઈ નવી ભાષા શીખવી, સ્પર્ધામાં મેડલ જીતવા જેટલું જ એનું પણ મહત્વ છે. એનાથી તમારા જ્ઞાનમાં, આત્મવિશ્વાસમાં વધારો થશે, નવી તકો ઊભી થશે અને લોકોની નજરમાં તમારું માન વધશે. કોઈ પણ સફળતા – જાહેર કે વ્યક્તિગત – એક વિશિષ્ટતા છે. એનો મતલબ એવો નથી કે તમને સેન્ડવિચ બનાવતા આવડી જાય અને પછી તમે દરરોજ સેન્ડવિચ બનાવો તો એ સિદ્ધિ કહેવાય. એ વાત અલગ છે કે તમારા સેન્ડવિચને દુનિયાના નિષ્ણાતો દ્વારા બેસ્ટ સેન્ડવિચનું સર્ટિફિકેટ મળે, તો પછી એ સિદ્ધિ ગણી શકાય.
તમારા મનમાં પોતાને અપૂરતા ગણવાનો જે ભાર છે એના કારણે લોકોનું સામાન્ય દયાળુ વર્તન પણ તમને ખાસ લાગે છે.
તમે આવી રીતે ખાસ નથી બનતા
એક વાત તમારે સમજી લેવાની છે કે અન્ય લોકો તમને ઓળખે છે, તમારા પર ધ્યાન આપે છે, તમારી માટે સમય કાઢે છે, એનો મતલબ એવો નથી કે તમે ખાસ છો. તમને એવું લાગે છે કારણકે તમે ક્યારેય પોતાના માટે સારું અનુભવ્યું જ નથી. તમારા મનમાં પોતાને અપૂરતા ગણવાનો જે ભાર છે એના કારણે લોકોનું સામાન્ય દયાળુ વર્તન પણ તમને ખાસ લાગે છે. જો તમે ખાસ અનુભવવા માટે બીજા પર આધાર રાખશો તો પછી એ તમારી માટે એક માપદંડ, આદત અને જરૂરિયાત બની જશે. જરૂર લાગે ત્યાં સહાનુભૂતિની પ્રશંસા કરવી જોઈએ, પરંતુ એની પાછળનો હેતુ ચકાસીને. દુનિયા પાસે વાસ્તવિક અપેક્ષાઓ રાખવાથી તમે આત્મનિર્ભર બનશો અને બીજાના સારા શબ્દો પર આધાર નહીં રાખવો પડે. એનાથી તમે સતત બીજાને ખુશ રાખવાની પળોજણ માંથી બચી જશો અને નિષ્ફળ થશો ત્યારે દુ:ખી નહીં થાવ. તમે ખાસ છો એવું કહેવા માટે તમને બીજાની જરૂર પડતી હોય, તો પછી તમે હજી સુધી એવું કઈ કર્યું જ નથી જેને લીધે તમે પોતાને ખાસ માનો.
બીજા લોકો ક્યારેય તમને લાંબા સમય સુધી ખાસ મહેસુસ નહીં કરાવી શકે
એવા ઘણા લોકો છે જેમણે જીવનમાં ઘણુબધું મેળવ્યું છે, ખૂબ આગળ વધ્યા છે છતાં પોતાને ખાસ સમજતા નથી. કારણકે આ બધુ જ એમણે કોઈક ને બતાવી દેવા માટે કર્યું છે – એ એમના માં-બાપ, સમાજ કે શિક્ષકો હોઈ શકે છે. એમની જિંદગી અત્યાર સુધી એ જ સિદ્ધાંત પર ચાલતી આવી છે કે સફળતા મેળવવી એટલે પોતાના માની લીધેલા ભગવાન(એમના માં-બાપ, સમાજ કે શિક્ષકો)ને ખુશ કરવા. જો એ લોકો મારાથી ખુશ છે તો હું ખાસ છું.
એમની જિંદગી આવી રીતે ચાલે છે:
- હું જે કઈ કરું છું એ દુનિયાને બતાવી દેવા માટે કરું છું કે હું આ કરી શકું છું. મૂળભૂત રીતે, દુનિયાની સ્વીકૃતિ મેળવવા.
- થોડા જ સમયમાં દુનિયાની જગ્યા એવા લોકો લઈ લે છે જેને તમે આદર્શ માનો છો. હું જે પણ કરીશ, વધારે સારું કરીશ જેથી એમને પ્રભાવિત કરી શકું.
- પછી તમે એમને ત્યાં સુધી ખુશ કરતાં રહો છો જ્યાં સુધી તમે એમના જેવા નથી બની જતાં, અને એમના આશીર્વાદ અને ખાતરી નથી મેળવી લેતાં કે તમે એવા બની ગયા છો જેવા એ તમને બનાવવા માંગતા હતા.
જો તમે પણ આવું જ જીવન જીવી રહ્યા છો, તો આજે જ વાર્તા બદલો, એટલે કે:
- હું જે કઈ કરું છું તે મારા માટે કરું છું, કારણકે હું મારી જાત આગળ સાબિત કરવા માંગુ છું કે હું કરી શકું છું, એ વાતનું ધ્યાન રાખીને કે હું જે કઈ કરીશ એની દુનિયા પર અસર થશે.
- હું જે કઈ કરું છું એની દુનિયા પર અસર થાય છે એટલે મારે હવે વધારે સારું કરવું પડશે, જેથી હું દુનિયા પર સારો પ્રભાવ પાડી શકું.
- જે બધા ઊંચા હોદ્દાઓ પર અને શક્તિશાળી છે એ બધા શીખવાના સ્ત્રોતો સિવાય કઈ નથી. તમને એમની ક્ષમતાઓ સિવાય એમની જિંદગી વિશે કઈ જ ખબર નથી. એમની પાસે એ ક્ષમતાઓ છે એ હકીકત સ્વીકારીને એને ત્યાં સુધી જ રહેવા દો.
માલિકને ખાસ દેખાવા માટે નોકરની હાજરીની જરૂર પડે છે અને નોકરને માલિકના દયાળુ શબ્દોની.
જ્યારે કોઈ તમારી તારીફ કરે છે, તમને અભિનંદન પાઠવે છે અને તમારા પ્રયાસોને બિરદાવે છે, ત્યારે તમારે એ સમજવું જોઈએ કે આ એક સામાન્ય પ્રતિક્રિયા છે તમારા કરેલા કામો બદલ, નહીં કે મોટા લોકોનો પરોપકાર. તમે એમની વર્તણૂકની તારીફ કરી શકો છો, અને બદલામાં તમારે પણ બીજા સાથે એવું કરવું જોઈએ. પરંતુ જ્યારે તમે એને ખાસ હોવા સાથે જોડી દો છો તો પછી તમે એમની શાબાશી, એમની પ્રશંસાના શબ્દો પર આધાર રાખતા થઈ જાઓ છો. પણ જે દિવસે એ લોકો તમને શાબાશી નહીં આપે, તમારી પ્રશંસા કરવાને બદલે અપ્રિય ટિપ્પણી કરશે, તમારા પ્રયાસોને બિરદાવવાને બદલે એને નકારી દેશે તે દિવસે તમે માનસિક રીતે તૂટી જવાના. આ એક માલિક અને નોકર વચ્ચેનો સંબંધ છે, ખાસ હોવા માટે બંનેને એકબીજા પર આધાર રાખવો પડે છે. માલિકને ખાસ દેખાવા માટે નોકરની હાજરીની જરૂર પડે છે અને નોકરને માલિકના દયાળુ શબ્દોની.
કોઈએ તમને શીખવાડયું જ નથી કે વિશેષતા એટલે શું? વિશેષતા માટે તમારે કોઈ વ્યક્તિની જરૂર રહેતી નથી. તમારે આંખો બંધ કરીને પોતાની જાતને પૂછવાનું છે, હું શું કામ ખાસ છું? મેં જિંદગીમાં શું કર્યું છે? તમને જવાબ મળી જશે. અને જો જવાબ સંતોષકારક ન મળે તો તમે કમાઈ શકો છો. પરંતુ એ જ કઠિન છે કમાવું. આપણે એનાથી ભાગવા માટે જ વિશેષતાને પ્રેમ, પ્રશંસા અને સોશિયલ મીડિયા અથવા મિત્રોમાં શોધીએ છીએ. કારણકે આપણને ખબર હોય છે કે આપણે પોતાની નજરમાં ખાસ નથી, તો કમ સે કમ બીજા પાસેથી તો એવું સાંભળીએ કે એમની નજરોમાં છીએ. એકવાર તમને આ સમજાઈ ગયું, પછી તમારી વિશેષતા લોકોની મંજૂરી અને સ્વીકૃતિથી સરકીને માત્ર તમારા હાથમાં આવી જાય છે. પછી આવડતો વિશેષતા બની જાય છે અને તમે ખાસ ત્યારે અનુભવો છો જ્યારે તમે જીવનમાં આગળ વધીને કઈક હાંસલ કરી લો છો.
0 ટિપ્પણીઓ