Ad Code

Ticker

6/recent/ticker-posts

શું મેળવવું છે એના કરતાં શું બનવું છે એ નક્કી કરો



Atomic Habits Book Summary in Gujarati

તમારી આદતોને આધારે જ તમારી ઓળખ જાહેર થતી હોય છે. તમે માન્યતાઓ સાથે લઈને જન્મતા નથી. દરેક માન્યતાઓ, તમારી જાત સહિતની, અનુભવને આધારે ઘડાય છે. (તમારી ઓળખના કેટલાક પાસાંઓ એવા હોય છે જે સમયની સાથે પણ બદલાતા નથી. જેમ કે, કોઈને લાંબા કે ટૂંકાના સ્વરૂપે ઓળખવું. બીજા ગુણો અને લાક્ષણિકતાઓને પણ તમે કેવી રીતે જુઓ છો, હકારાત્મક કે નકારાત્મક રીતે એ પણ તમને જીવનભર થતાં અનુભવોને આધારે નક્કી થતું હોય છે.)

વધુ સ્પષ્ટ રીતે કહીએ તો, તમારી ઓળખને તમે જેવો આકાર આપો છો એવી તમારી આદતો બને છે. જ્યારે તમે દરરોજ તમારો પલંગ વ્યવસ્થિત કરો છો ત્યારે તમે સંગઠિત વ્યક્તિ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરો છો. જ્યારે તમે દરરોજ લખો છો ત્યારે તમે સર્જનાત્મક વ્યક્તિ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરો છો. જેટલું વધારે તમે કોઈ વર્તનનું પુનરાવર્તન કરશો એટલી જ વધારે એ વર્તન સાથે જોડાયેલી ઓળખ મજબૂત થશે.

સૌથી પહેલા નક્કી કરો તમે શું બનવા માંગો છો. મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે ક્યાંથી શરૂઆત કરવી – પરંતુ એમને એ ખબર હોય છે કે એમને કેવા પરિણામો જોઈએ છે.

અત્યારે તમારી જે પણ ઓળખ છે, એમાં તમે એટલે માનો છો કારણકે તમારી પાસે એની સાબિતી છે. જો તમે દરરોજ રાત્રે એક કલાક વાંચો છો તો તમારી પાસે પુરાવો છે કે તમે વાચક છો. જો તમે પડતાં પાણીએ પણ જિમ જાઓ છો તો તમારી પાસે પુરાવો છે કે તમે ફિટનેસ માટે પ્રતિબદ્ધ છો. તમારી પાસે કોઈપણ માન્યતા માટે જેટલા વધારે પુરાવા હશે એટલી જ દ્રઢતાથી તમે એમાં વિશ્વાસ કરશો.

અલબત્ત, ફક્ત તમારી આદતો જ તમારી ઓળખને પ્રભાવિત નથી કરતી, પરંતુ એનું પુનરાવર્તન ઘણીવાર મહત્વનુ હોય છે. દરેક અનુભવ તમારી સેલ્ફ ઈમેજને બદલે છે. એનો મતલબ એવો નથી કે એકવાર ફૂટબોલને લાત મારવાથી તમે તમારી જાતને ફૂલબોલ પ્લેયર માનવા લાગી જાઓ અથવા એક ચિત્ર દોરીને પોતાની જાતને કલાકાર માનવા લાગી જાઓ. જેમ તમે પુનરાવર્તન કરતાં જાઓ છો તેમ પુરાવાઓ એકઠા થતાં જાય છે અને તમારી સેલ્ફ ઈમેજમાં ફેરફાર થવાનું શરૂ થાય છે. એકાદ અનુભવની અસર ભૂંસાઈ જતી હોય છે જ્યારે આદતોની અસર સમયની સાથે મજબૂત થતી જાય છે, મતલબ કે મોટાભાગના પુરાવાઓ પાછળ તમારી આદતોનો જ ફાળો હોય છે જે તમારી ઓળખને આકાર આપે છે. આ એક ક્રમિક વિકાસ છે. આપણે કઈ આંખના પલકારામાં બદલાઈ નથી જતાં. ધીમે ધીમે, દિન પ્રતિદિન, આદતે આદતે બદલાઇએ છીએ.

દરેક આદત તમે કોણ છો એની તરફ ઈશારો કરે છે. જો તમે એક પુસ્તક પૂરું કરો છો તો કદાચ તમે એવા પ્રકારના વ્યક્તિ છો જેને વાંચવું ગમે છે. જો તમે ગિટાર વગાડવાની પ્રેક્ટિસ કરો છો તો કદાચ તમે એવા પ્રકારના વ્યક્તિ છો જેને સંગીત ગમે છે.

દરેક આદત ફક્ત પરિણામો જ નથી આપતી પરંતુ એનાથી વધુ મહત્વનુ કઈક શીખવે છે: તમારી જાત ઉપર ભરોસો કરતાં. તમે માનવાનું શરૂ કરો છો કે તમે ખરેખર આ કામો પૂરા કરી શકો છો. અલબત્ત, તે વિરુદ્ધ રીતે પણ કાર્ય કરે છે. દરેક વખતે જ્યારે તમે કોઈ ખરાબ આદત અમલમાં મૂકો છો ત્યારે તમારી ઓળખ એવા પ્રકારના વ્યક્તિ તરીકેની ઊભી થાય છે. જો કે સારા સમાચાર એ છે કે તમારે પરફેક્ટ થવાની જરૂર નથી. કોઈપણ ચૂંટણી જીતવા માટે સર્વસંમતિથી ચૂંટાવું જરૂરી નથી. તમારે ફક્ત બહુમતી જોઈએ. ક્યારેક ક્યારેક કોઈ ખરાબ વર્તન થઈ જાય અથવા કોઈ કુટેવમાં સરી પડો તો વાંધો નથી. તમારું લક્ષ્ય મોટાભાગે સારી આદતો બનાવવાનું હોવું જોઈએ.

આ એક સરળ બે સ્ટેપની પ્રક્રિયા છે:

1. નક્કી કરો કે તમારે કેવા પ્રકારના વ્યક્તિ બનવું છે.

2. નાની નાની જીતો દ્વારા પોતાની જાત સમક્ષ પુરવાર કરો.

સૌથી પહેલા નક્કી કરો તમે શું બનવા માંગો છો. મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે ક્યાંથી શરૂઆત કરવી – પરંતુ એમને એ ખબર હોય છે કે એમને કેવા પરિણામો જોઈએ છે. જેમ કે, સિક્સ પેક એબ્સ બનાવવા અથવા ચિંતા ઓછી કરવી અથવા પગાર બમણો કરવો વગેરે. વાંધો નહીં. ત્યાંથી શરૂઆત કરો અને પાછળ જાઓ. વિચારો કે તમને જે પરિણામો જોઈએ છે એ કેવા પ્રકારના વ્યક્તિને મળે. પૂછો તમારી જાતને કે “કેવા પ્રકારનો વ્યક્તિ વજન ઘટાડી શકે?” “કેવા પ્રકારનો વ્યક્તિ નવી ભાષા શીખી શકે?” “કેવા પ્રકારનો વ્યક્તિ સફળ ધંધો ચલાવી શકે?” એકવાર તમે નક્કી કરી લીધું કે તમારે કેવા પ્રકારના વ્યક્તિ બનવું છે, પછી તમે તમારી ઇચ્છિત ઓળખને મજબૂત કરવા નાના – નાના પગલાં ભરવાનું શરૂ કરો છો. ધ્યાન હંમેશા એ પ્રકારના વ્યક્તિ બનવા પર હોવું જોઈએ, કોઈ ચોક્કસ પરિણામ મેળવવા પર નહીં.

અંતે, આદતો જરૂરી છે કારણકે એ તમને એવા વ્યક્તિ બનવામાં મદદરૂપ થાય છે જે તમે બનવા માંગો છો. એના માધ્યમથી તમે તમારી જાત વિશેની સૌથી ગહન માન્યતાઓ વિકસિત કરી શકો છો. તમે તમારી આદતો બની જાઓ છો.



WhatsApp Group Link

Telegram Channel Link


Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ