Ad Code

Ticker

6/recent/ticker-posts

બીજો નિયમ: એને આકર્ષક બનાવો | આદતોને અનિવાર્ય કેવી રીતે બનાવવી




1940માં ડચ વૈજ્ઞાનિક નિકો ટીનબર્ગને (Niko Tinbergen) શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા જેણે આપણને શું પ્રેરિત કરે છે તે વિશેની સમજને પરિવર્તિત કરી. તેઓ ઉત્તર અમેરિકાના દરિયાકિનારે જોવા મળતા હેરિંગ ગલ્સ નામના પક્ષીઓ પર સંશોધન કરી રહ્યા હતા.

વયસ્ક હેરિંગ ગલ્સની ચાંચ પર એક નાનું લાલ ટપકું હતું, અને ટીનબર્ગને નોંધ્યું કે નવા જન્મેલા બચ્ચાંઓને જ્યારે પણ ખોરાક જોઈતો ત્યારે તેઓ એ લાલ ટપકા પર ચાંચ મારતા. પ્રયોગ ખાતર એણે એક નકલી ચાંચ બનાવીને માળામાં મૂકી અને એવું માની લીધું કે બચ્ચાંઓ સંપૂર્ણપણે એને નકારશે.

જો કે, બચ્ચાંઓએ જ્યારે નકલી ચાંચ જોઈ ત્યારે એની પર પણ એવી રીતે ચાંચ મારવા લાગ્યા જાણે એ નકલી ચાંચ એમની માતાની હોય. તેઓ એ લાલ ટપકાને સ્પષ્ટ રીતે પ્રાથમિકતા આપી રહ્યા હતા – જાણે કે જન્મ સમયથી જ આ બાબત એમનામાં આનુવંશિક રીતે પ્રોગ્રામ કરેલી હોય. ટીનબર્ગને જોયું કે ટપકું જેટલું મોટું હોય બચ્ચાંઓ એટલી જ વધુ ઝડપથી ચાંચ મારે છે. જ્યારે એણે ત્રણ મોટા લાલ ટપકાવાળી ચાંચ મૂકી ત્યારે તો બાળ પંખીઓ ખુશીથી પાગલ થઈ ગયા, અને એવી રીતે ચાંચ મારવા લાગ્યા જાણે આટલી મોટી ચાંચ એમણે ક્યારેય જોઈ જ ન હોય.

ટીનબર્ગન અને એના સાથીઓએ આવું જ વર્તન બીજા પ્રાણીઓમાં પણ જોયું. દા.ત. જમીન ઉપર માળો બનાવીને રહેતા ગ્રેલાગ હંસ. જ્યારે પણ માળામાંથી ઈંડું બહાર નીકળી જતું ત્યારે એ પોતાની ચાંચ વડે ફરીથી ઇંડાને માળામાં મુકતું. હંસ દરેક ગોળ વસ્તુને માળામાં લાવીને મુકતું. જેટલી મોટી વસ્તુ એટલી મોટી પ્રતિક્રિયા.

દુકાનોમાં કપડાં વેચવા માટે અતિશય મોટા નિતંબ અને વક્ષ:સ્થળવાળા પૂતળાઓ મુકાય છે. ઘર કે ઓફિસમાં ક્યારેય ન મળે એટલી પ્રશંસા અને લાઈક્સ સોશિયલ મીડિયા આપણને થોડીક જ મિનિટોમાં આપી દે છે. ઓનલાઈન પોર્ન વેબસાઇટ્સ એકસાથે ઉત્તેજીત દ્રશ્યો એ દરે મૂકે છે જે વાસ્તવિક જીવનમાં શક્ય જ નથી.

આ એવું છે જાણે કે દરેક પ્રાણીઓનું મગજ અમુક ચોક્કસ વર્તન માટે પહેલેથી નિયમબદ્ધ હોય, અને જ્યારે એ નિયમનું અતિશયોક્તિભર્યું સ્વરૂપ સામે આવે છે ત્યારે તેઓ ખુશીથી ઝૂમી ઊઠે છે. વૈજ્ઞાનિકો આ અતિશયોક્તિભર્યા સંકેતોને અલૌકિક ઉત્તેજના તરીકે ઓળખાવે છે. અલૌકિક ઉત્તેજના વાસ્તવિકતાનું તીવ્ર સ્વરૂપ છે.

મનુષ્યો પણ વાસ્તવિકતાના અતિશયોક્તિભર્યા સ્વરૂપ પાછળ ઘેલા થવાનું વલણ ધરાવે છે. દા.ત. જંકફૂડ આપણી રિવોર્ડ સિસ્ટમને ઝનૂની બનાવી દે છે. હજારો વર્ષો સુધી ખોરાક અને શિકાર માટે જંગલમાં ભટક્યા પછી માનવીનું મગજ એવી રીતે વિકસિત થયું છે કે એ મીઠું, ખાંડ અને ચરબીને વધારે મહત્વ આપે છે. જ્યારે આપણાં પૂર્વજો જંગલોમાં ભટકતા હતા ત્યારે આવો કેલેરીથી ભરપૂર ખોરાક દુર્લભ હતો. જ્યારે તમને ખબર ન હોય કે આવતીકાલે શું મળવાનું છે ત્યારે ધરાઈને ખાઈ લેવું એ અસ્તિત્વ ટકાવી રાખવા માટેની ઉત્તમ વ્યૂહરચના છે.

આજે વિપુલ માત્રામાં ખોરાક ઉપલબ્ધ છે પરંતુ આપણું મગજ એને દુર્લભ હોય તેવી જ રીતે ઝંખે છે. મીઠું, ખાંડ અને ચરબીને મહત્વ આપવું હવે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી, પરંતુ તૃષ્ણા યથાવત છે કારણકે મગજના રિવોર્ડ સેંટર્સ આશરે પચાસ હજાર વર્ષથી બદલાયા નથી.

આસપાસ જુઓ. જે દુનિયા આપણાં પૂર્વજો વિકસિત કરીને ગયા હતા તેના કરતાં આજની દુનિયા કઈક ગણી વધારે આકર્ષક છે. દુકાનોમાં કપડાં વેચવા માટે અતિશય મોટા નિતંબ અને વક્ષ:સ્થળવાળા પૂતળાઓ મુકાય છે. ઘર કે ઓફિસમાં ક્યારેય ન મળે એટલી પ્રશંસા અને લાઈક્સ સોશિયલ મીડિયા આપણને થોડીક જ મિનિટોમાં આપી દે છે. ઓનલાઈન પોર્ન વેબસાઇટ્સ એકસાથે ઉત્તેજીત દ્રશ્યો એ દરે મૂકે છે જે વાસ્તવિક જીવનમાં શક્ય જ નથી. જાહેરાતો આદર્શ લાઇટિંગ, વ્યાવસાયિક મેકઅપ અને ફોટોશોપ કરેલા સંપાદનોને ભેગા કરીને એવી રીતે બનાવવામાં આવે છે - કે એમાં જોવાતા મોડેલ પણ વાસ્તવિક જીવનમાં એવા નહીં દેખાતા હોય. આ આપણા આધુનિક વિશ્વની અલૌકિક ઉત્તેજના છે. તેઓ એવી વિશેષતાઓને અતિશયોક્તિ કરીને બતાવે છે જે કુદરતી રીતે આપણી માટે આકર્ષક હોય છે, અને આપણી ઘેલા થવાની વૃત્તિને પરિણામે, આપણે અતિશય ખરીદી, સોશિયલ મીડિયા, પોર્ન, ખાવા – પીવાની અને બીજી કેટલીયે કુટેવો તરફ વળી જઈએ છીએ.

જો તમે કોઈ વર્તનના થવાની સંભાવના વધારવા માંગો છો તો તમારે એને આકર્ષક બનાવવું પડશે. બીજા નિયમની ચર્ચા દરમિયાન આપણું લક્ષ્ય આદતોને અનિવાર્ય કેવી રીતે બનાવવી એ શીખવાનું રહેશે. એની શરૂઆત તૃષ્ણા શું છે અને એ કેવી રીતે કામ કરે છે એ સમજવાથી કરવી પડશે. એની શરૂઆત આપણે ડોપામાઇન સ્પાઇકનું પરીક્ષણ કરવાથી કરીશું જે દરેક આદતોમાં હોય છે.

ડોપામાઇન આધારિત પ્રતિસાદ


વૈજ્ઞાનિકો તૃષ્ણા જાગવાની ચોક્કસ ક્ષણને ડોપામાઇન નામક ન્યૂરોટ્રાન્સમીટરને માપીને ટ્રેક કરી શકે છે. ડોપામાઇનનું મહત્વ 1954માં સ્પષ્ટ થયું જ્યારે ન્યૂરોસાયન્ટિસ્ટ જેમ્સ ઓલ્ડ્સ અને પીટર મિલ્નરએ એક પ્રયોગ કર્યો જેણે તૃષ્ણા અને ઈચ્છા પાછળની ન્યૂરોલોજિકલ પ્રક્રિયાને જાહેર કરી. તેઓએ ઉંદરના મગજમાં ઇલેક્ટ્રોડ્સ બેસાડીને ડોપામાઇનનું ઉત્સર્જન બંધ કર્યું. વૈજ્ઞાનિકોના આશ્ચર્યની વચ્ચે ઉંદરોએ જીવવાની તમામ ઈચ્છા ગુમાવી દીધી. થોડા દિવસોની અંદર ભૂખ પ્યાસને લીધે તેઓ મરી ગયા.

બીજા એક પ્રયોગમાં, વૈજ્ઞાનિકોએ ડોપામાઇનનું ઉત્સર્જન બંધ કરીને ઉંદરોના મોઢામાં ખાંડના કેટલાક ટીપાં નાખ્યા. ડોપામાઇનનું ઉત્સર્જન બંધ હોવા છતાં ખાંડનો સ્વાદ એમને પહેલાની માફક જ ગમ્યો, પરંતુ હવે વધારે ખાવાની ઈચ્છા નહોતી થતી. આનંદ અનુભવવાની ક્ષમતા રહી પણ ડોપામાઇન વગર ઈચ્છા મરી ગઈ. અને ઈચ્છા વગર ક્રિયા રોકાઈ ગઈ.

બાળક તરીકે, ભેટો ખોલવા કરતાં જન્મદિવસ વિશે વિચારવું વધારે સારું લાગે છે. વયસ્ક તરીકે, વેકેશન પર જવા કરતાં આવનારા વેકેશનના દિવાસ્વપ્નો જોવાની વધારે મજા આવે છે.

જ્યારે બીજા વૈજ્ઞાનિકોએ આ પ્રક્રિયાને ઉલટાવીને ઉંદરોના મગજને ડોપામાઇનથી ભરી દીધું ત્યારે તેઓ ભયાનક ગતિથી આદતો દોહરાવવા લાગ્યા. એક અભ્યાસમાં, જ્યારે ઉંદર પોતાનું નાક બોક્સમાં ઘોંચતો ત્યારે એક શક્તિશાળી ડોપામાઇનનો ડોઝ તેને મળતો. થોડી મિનિટોમાં તૃષ્ણા એટલી હદે વધી ગઈ કે ઉંદર દર કલાકે આઠસો વખત પોતાનું નાક બોક્સમાં ઘોંચવા લાગ્યો. (મનુષ્યો એટલા અલગ નથી : સરેરાશ ખેલાડી કલાકના છસ્સો વખત સ્લોટ મશીનનું ચક્ર ફેરવે છે.)

આદતો ડોપામાઇન આધારિત પ્રતિસાદો છે. દરેક વર્તન જે લત લગાડનારું હોય છે (જંક ફૂડ ખાવું, વિડીયો ગેમ રમવી, સોશિયલ મીડિયા વગેરે.) એની સાથે ઉચ્ચ સ્તરનું ડોપામાઇન સંકળાયેલું હોય છે. ડોપામાઇન ત્યારે જ ઉત્પન્ન નથી થતું જ્યારે તમે ખુશી અનુભવો છો પરંતુ ત્યારે પણ થાય છે જ્યારે તમે એની અપેક્ષા રાખો છો. જ્યારે પણ કોઈ તક તમને લાભદાયી લાગે છે ત્યારે એની અપેક્ષામાં તમારું ડોપામાઇનનું સ્તર વધે છે અને તેના લીધે કામ કરવાનું પ્રેરકબળ વધે છે. લાભની પરિપૂર્ણતાને લીધે નહીં – એની અપેક્ષાને લીધે આપણે કામ કરવા પ્રેરાઈએ છીએ.

રસપ્રદ રીતે, જ્યારે તમને કોઈ લાભ પ્રાપ્ત થાય છે ત્યારે મગજની જે રિવોર્ડ સિસ્ટમ સક્રિય થાય છે એ જ સિસ્ટમ ત્યારે પણ સક્રિય થાય છે જ્યારે તમે એ લાભની અપેક્ષા રાખો છો. એટલે જ ઘણીવાર કોઈ અનુભવની પ્રાપ્તિ કરતાં એની અપેક્ષા વધારે સારી લાગે છે. બાળક તરીકે, ભેટો ખોલવા કરતાં જન્મદિવસ વિશે વિચારવું વધારે સારું લાગે છે. વયસ્ક તરીકે, વેકેશન પર જવા કરતાં આવનારા વેકેશનના દિવાસ્વપ્નો જોવાની વધારે મજા આવે છે. વૈજ્ઞાનિકો આને “ચાહવું” અને “ગમવું” વચ્ચેના તફાવત તરીકે ઓળખાવે છે.

તમારા મગજમાં લાભની પસંદગી કરતાં એની ઈચ્છા માટે વધારે ન્યૂરલ સર્કિટરી ફાળવેલ છે. સંશોધનકર્તાઓએ જોયું કે ઈચ્છા દરમિયાન મગજનો 100 ટકા ભાગ સક્રિય થાય છે જ્યારે પસંદગી દરમિયાન ફક્ત દસ ટકા ભાગ જ સક્રિય થાય છે. ઈચ્છા એ એન્જિન છે જે વર્તનને દોરે છે. દરેક કામ લાભની અપેક્ષાને લીધે થતું હોય છે. એ તૃષ્ણા છે જે પ્રતિભાવ તરફ દોરી જાય છે. આપણે આપણી આદતોને આકર્ષક બનાવવી પડશે કારણકે સૌપ્રથમ લાભની અપેક્ષા જ આપણને કામ કરવા માટે પ્રેરિત કરે છે. અહિયાં લાલચનું પોટલું (temptation bundling) નામક રણનીતિ કામ લાગે છે.

આદતોને આકર્ષક બનાવવા માટે લાલચના પોટલાંનો ઉપયોગ કેવી રીતે કરવો


રોનન બર્ન નામના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને નેટફ્લિક્સ જોવાનું ખૂબ ગમતું, પરંતુ એને એ ય ખબર હતી કે એને અવારનવાર કસરત કરવી જોઈએ. પોતાના ઈજનેરી કૌશલને કામે લગાડીને કમ્પ્યુટર અને ટીવીને સાઇકલ સાથે જોડી દીધા. પછી એક એવો પ્રોગ્રામ બનાવ્યો જેથી સાઇકલ અમુક નિશ્ચિત ગતિએ ચાલે તો જ નેટફ્લિક્સ જોવાય. તેણે નેટફ્લિક્સ જોતાં જોતાં ઓબેસિટી દૂર કરવાનો ઉપાય શોધી કાઢ્યો. તે પોતાની કસરતની આદતને વધારે આકર્ષક બનાવવા માટે લાલચના પોટલાંનો ઉપયોગ કરી રહ્યો હતો. તમે જે કરવા માંગો છો એને તમારી માટે જે કરવું જરૂરી છે એની સાથે જોડી દો છો ત્યારે લાલચનું પોટલું (temptation bundling) નામક રણનીતિ કામ લાગે છે. રોનન બર્ને નેટફ્લિક્સને (જે એ કરવા માંગતો હતો) સાઇકલ ચલાવવા (જે કરવું એની માટે જરૂરી હતું) સાથે જોડી દીધું.

આ પણ વાંચો : પ્રેરણા કરતાં વધારે આસપાસનું વાતાવરણ મહત્વનું છે

આપણે પ્રકરણની શરૂઆત અલૌકિક ઉત્તેજનાથી કરી, વાસ્તવિકતાનું અતિશયોક્તિભર્યું સ્વરૂપ જે કોઈપણ કાર્ય માટે આપણી ઇચ્છાને પ્રબળ બનાવે છે. ખરેખર અનિવાર્ય હોય એવી આદતો ઘડવી કપરું છે પરંતુ આવી સરળ રણનીતિ દ્વારા લગભગ કોઈપણ આદતને છે એના કરતાં વધારે આકર્ષક બનાવી શકાય છે.


WhatsApp Group Link

Telegram Channel Link


Reactions

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ